નડિયાદ ખાતે યુવા નીતિ 2060 વર્કશોપનું આયોજન - Youth Volunteer Network
ખેડા: જિલ્લામાં રાજ્ય યુવક બોર્ડ દ્વારા યુવા નીતિ 2060 વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવક બોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં વિવિધ યુવા લક્ષી મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સંકલિત યુવા સ્વયંસેવક નેટવર્ક દ્વારા સરકારી યોજનાઓ અને સેવાઓની માહિતી તથા સેવા છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું કામ યુવક બોર્ડના સંયોજક દ્વારા કરવામાં આવી રહ્યું હતુ. જે અભિગમના ભાગરૂપે "યુવા નીતિ 2060" વર્કશોપ યોજાયો હતો. ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં યુવાનોની વાચાને ઉચિત સ્થાન આપવા માટે યુવા નીતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં યુવક બોર્ડના સભ્યો સહિત યુવાનો પાસેથી ઉપયોગી સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા,જીલ્લા યુવક બોર્ડના સંયોજક,સભ્યો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.