કપરાડા તાલુકાના ગ્રામ પંચાયતમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતર્યા - કોમ્યુટર ઓપરેટર હડતાળ ઉપર
વલસાડ : કપરાડા તાલુકાના ગ્રામપંચાયતોમાં ઇ ગ્રામની તમામ કામગીરી કરતા અનેક કોમ્પ્યુટર ઓપરેટર કાયમી કરવાની માંગ અને માસિક વેતન અને મહેનતાણું પણ મળતું ન હોવાનું જણાવી ટીડીઓને આવેદન પત્ર આપીને તમામ કોમ્યુટર ઓપરેટર હડતાળ ઉપર ઉતરી ગયા છે. મહત્વ નું છે કે અચાનક તાલુકાના મોટાભાગના કોમ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી જતા વિવિધ કામો માટે ઓનલાઇન દાખલા કઢાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડશે.