ગોંડલ પાલિકામાં સદસ્યાના પતિ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાની ફરિયાદ - rajkot
રાજકોટ : ગોંડલ નગરપાલિકામાં છાયા સદસ્યોનું જ રાજ હોય તેમ પડ્યા પાથર્યા રહેતા મહિલા સદસ્યાઓના પતિઓ દ્વારા કર્મચારીઓ ઉપર જોહુકમી કરવામાં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હોય તેમાં આજે એક વધારો થવા પામ્યો છે. ભોજરાજપરા વોર્ડમાંથી ચૂંટાઇને આવેલા સદસ્ય ક્રિષ્નાબેન તન્નાના પતિ રાજેશભાઈ તન્ના દ્વારા સફાઈ કર્મચારી વસંતભાઈ ગોરીને છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય અને હડધૂત કરતા હોય આજે સફાઈ કર્મચારીઓએ બહોળી સંખ્યામાં એકત્રીત થઈ પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયાને ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં સફાઈ કર્મચારીઓ નારાજ થયા હતા. આ ફરિયાદ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.