ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં ખીજડા મંદિર ખાતે આજથી આલાયમ રિહેબ કેરનો પ્રારંભ - Khijra Temple in Jamnagar

By

Published : Jan 1, 2021, 2:10 PM IST

જામનગર : છેલ્લા 400 વર્ષથી સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે યોગદાન આપતા પ્રણામી સંપ્રદાયના ખીજડા મંદિરમાં આજરોજથી આલાયમ રીહેબ કેરનો પ્રારંભ થયો છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોની ઈમ્યુનિટી પાવર વધે તે માટે એલોપથી અને આયુર્વેદિકના સમન્વયથી લોકો કોરોનામાં જંગ જીતે તે માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેમિનારમાં પ્રવચન પણ આપવામાં આવ્યા છે. ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી સ્વામીએ સંસ્થાના નવા લોક ઉપયોગી પ્રકલ્પોની જાણકારી સાથે આશીર્વચન પણ આપ્યા હતા. ઉપરાંત સ્વાસ્થ્ય પરિસરમાં અને આલાયમ રીહેબ કેરનો શુભારંભ તેમના માર્ગદર્શન હેઠળ થવા જઈ રહ્યો છે. આલાયમ રિહેબ કેસના ફાઉન્ડર અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉ. દિપેન પટેલ રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું જરૂરી છે, તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details