વાપીમાં કોલેજીયનોએ બોલાવી ગરબાની રમઝટ - latestgujaratinews
વાપી : રાસ ગરબાનો ક્રેઝ દિવસો દિવસ વધતો જાય છે. ત્યારે અભ્યાસના ભાર હેઠળ રહેતા કોલેજીયનો પણ નવરાત્રીના નવ દિવસમાં ગરબે રમ્યા હતા.વાપીની KBS નટરાજ પ્રોફેશનલ કોલેજ કેમ્પસમાં કોલેજીયનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. કોલેજના પટાંગણમાં પ્રોફેસરો, કોલેજના વિદ્યાર્થીઓ આદ્યશક્તિની આરાધના કરી ગરબે રમ્યા હતા. કેમ્પસમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘુમેલા કોલેજીયનો વચ્ચે ગરબા હરીફાઈ પણ રાખવામાં આવી હતી.