અમદાવાદમાં NSUI દ્વારા બિનસચિવાલયમાં ગેરરીતિ મામલે કોલેજો બંધ કરાવાઇ - પોલીસ
અમદાવાદ: બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે NSUI દ્વારા સમગ્ર ગુજરાતની કોલેજોને બંધ રાખવા માટેનું એલાન આપવામાં આવ્યું છે. આ તકે શહેરની કોલેજો બંધ કરાવવા માટે NSUI દ્વારા વહેલી સવારથી જ કોલેજ પર પહોંચીને કોલેજ બંધ કરાવવામાં આવી હતી. તો શહેરની કેટલીક કોલેજોએ સ્વયંભૂ બંધ રહી હતી. બીજી તરફ જે કોલેજમાં પરીક્ષા ચાલુ હોય તે કોલેજ ચાલુ રાખવા માટેની જાણ કરવામાં આવી હતી. આ તકે અમદાવાદની વિવિધ કોલેજોની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.