આજવા સરોવરની સપાટી વધવાને કારણે જિલ્લા કલેક્ટર શાલિની આગ્રવાલ સરોવરની મુલાકાતે - વિશ્વામિત્રી નદી
વડોદરા: શહેરમાં છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે. વરસાદને કારણે આજવા સરોવર અને વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી ચુકી છે. શહેરની પરિસ્થિતીને સમજવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આજવા સરોવરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પત્રકાર પરિષદ યોજીને સમગ્ર પરિસ્થિતી અંગે માહિતી આપી હતી. હજુ પણ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા શહેરીજનોને સલામત સ્થળે ખસેડવા વિનંતી કરી છે. હાલ વિશ્વામિત્રીની સપાટી 29 સુધી પહોંચી છે.