પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: બગસરામાં સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું - by election of Dhari seat
અમરેલી: વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીમાં ધારી બેઠક માટે જિલ્લાના બગસરામાં ભાજપની જંગી જાહેરસભાને સંબોધન કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, 'જે 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તે 8 બેઠક કોંગ્રેસની જ હતી. હવે આ 8 બેઠકો પર ભાજપ વિજય મેળવશે. ભાજપને આ પેટા ચૂંટણીમાં ગુમાવવાનું કંઈ છે જ નહીં'.