ધોરાજી નગરપાલિકાના કર્મચારીઓને થયો અન્યાય, પ્રાંત અધિકારીને રજૂઆત - સફાઈ કર્મચારીની રજૂઆત
રાજકોટ: ધોરાજી નગરપાલિકામાં રોજમદાર તરીકે ડોર ટુ ડોર કચરા અને અન્ય કામગીરી તરીકે ફરજ બજાવનારા કર્મીઓને અન્યાય થયો છે. જેને લઇને કર્મચારી દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તે ઉપરાંત ન્યાય નહીં મળવા પર કર્મચારીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.