પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કોંગ્રેસ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું - પોરબંદર ન્યુઝ
પોરબંદરઃ ગુજરાતમાં એક તરફ ડેન્ગ્યુએ હાહાકાર માચાવ્યો છે, ત્યારે પોરબંદરમાં સરકારી હોસ્પિટલમાં પણ ડેન્ગ્યુની અસરના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ, હોસ્પિટલમાં ગંદકીએ માજા મુકતા અહીં આવતા દર્દીઓ પણ વધુ બીમાર પડી રહ્યા છે. જેને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું અને સ્વચ્છતાનો સંદેશો અપાયો હતો.