મોરબીમાં ક્લાસિકલ ડાન્સને પ્રોત્સાહન આપવા નૃત્યાંજલિ કાર્યક્રમ યોજાયો - morbi news
મોરબી: રાજકોટની તાંડવ નર્તન ઇન્સ્ટીટ્યુટ ઓફ ક્લાસિકલ ડાન્સ દ્વારા મોરબીના ટાઉનહોલમાં નૃત્યાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ક્લાસિકલ ડાંસ માટે બાળાઓને તૈયાર કરતી સંસ્થામાં ટ્રેનીંગ લીધેલી બાળાઓ સ્ટેજ પર ક્લાસિકલ નૃત્ય રજૂ કરી શકે અને ભારતીય પરંપરાગત નૃત્ય તરફ લોકો વળે તેવા હેતુથી નૃત્યાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થામાં ટ્રેનીંગ પામેલી બાળાઓએ સુંદર ક્લાસિકલ નૃત્ય રજૂ કર્યા હતા. સંસ્થા અગ્રણીએ પણ જણાવ્યું હતું કે, આજે જયારે વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ યુવાનો પર જોવા મળે છે અને ડાન્સ એટલે વેસ્ટર્ન ડાન્સ તેવી માનસિકતા જોવા મળે છે. ત્યારે ભારતીય ક્લાસિકલ નૃત્યને જીવંત રાખવા સંસ્થા કટિબદ્ધ છે. આજનો કાર્યક્રમ સંસ્થાની બાળાઓને સ્ટેજ ફીયર દૂર કરી યોગ્ય પરફોર્મન્સ કરી શકે અને નાગરિકો ક્લાસિકલ ડાન્સથી વાકેફ થાય તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.