જેતપુરમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે કરી અટકાયત - gujaratpolice
રાજકોટ : કોરોના વાઈરસના કારણે સ્કૂલ-કોલેજો હજુ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી ફી ભરવા વારંવાર દબાણ કરી રહી છે. જેતપુર જી.કે એન્ડ સી.કે બોસમિયા કોલજેના વિદ્યાર્થીઓ દ્વારા ફી ભરવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. સેલ્ફ ફાઇનાન્સના BBA, BCAના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજની બહાર ABVP સાથે સૂત્રોચ્ચાર કરી પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. તેમના વિરોધમાં વિદ્યાર્થીઓની માંગ છે કે, કોલજ શરૂ થાય બાદ જ ફી ઉઘરાવવામાં આવે,આ બાબતે રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થીઓને ઝપાઝપી થઈ હતી. બોસમિયા કોલેજના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીના સમાધાન બાદ પોલીસે ABVP સહમંત્રી અને 6 વિદ્યાર્થીની અટકાયત કરી હતી.