ગુજરાત

gujarat

ETV Bharat / videos

લોકશાહીનું મહાપર્વ લજવાયું : બોટાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી 2020

By

Published : Nov 3, 2020, 8:18 PM IST

બોટાદ : વિધાનસભાની ગઢડા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં નૂતન વિદ્યાલય બૂથ અંદર ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ભાજપના કાર્યકરો બોગસ વોટિંગ કરતા કોંગ્રેસના કાર્યકરે અટકાવ્યા હતા. જે બાદ ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસી કાર્યકરોએ કર્યો હતો. મતદાન મથક પર વોટિંગ સમય પૂરો થવાના સમયે આ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જે દરમિયાન પોલીસે બન્ને પક્ષના કાર્યકરોને છૂટ્ટા પડાવ્યા હતા. લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી સમયે મારામારી કેટલી યોગ્ય અને જવાબદારો સામે શું પગલે લેવામાં આવશે એ તો સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details