ધોરાજીમાં 500 રૂપિયાની લેવડ-ડેવડમાં બે જૂથ વચ્ચે મારામારી - crime news in rajkot
રાજકોટઃ ધોરાજીના બહારપુરા વિસ્તારમાં ફરિયાદી સોહિલ હનીફે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધોરાજીમાં રહેતા મકસુદ મહંમદ, અનિસ યાસીન, એજાજ કાદર, એહજાન, મહમદ યાસીને, તેમની સાથે મારામારી કરી ઈજાઓ પહોંચાડી છે. જ્યારે સમાપક્ષે ફરિયાદી અલી યાસીને આરોપી તરીકે આસિફ હનીફ, તોફિક હનીફ, હુસેન હનીફ, સોહેલ હનીફ, મહમદ હુસેન જેમાં આરોપી તોફિક પાસે મોબાઈલના 500 રૂપિયા બાકી હતા તેની ઉઘરાણી કરતા મારામારી કરી ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે. જેથી ધોરાજી પોલીસે આ બંને પક્ષાના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.