જીવના જોખમે અમૂલ્ય યોગદાન આપી રહેલા લોકોને કચ્છવાસીઓએ થાળીઓ વગાડીને બિરદાવ્યા - latestgujaratinews
કચ્છ: કોરોના મહામારી સામે લડવા માટે દેશના વડાપ્રધાને આપેલા જનતા કરફ્યૂના અનુરોધને પગલે કચ્છના તમામ માર્ગો શેરી મહોલ્લાઓ કરફ્યૂમાં ફેરવાઈ ગયા હતા. ભુજ સહિત તમામ કચેરીઓમાં તમામ ગલીઓમાં તમામ ઘરોમાં એક સાથે થાળીઓ વગાડી પોતાના જીવનના જોખમે પણ અમૂલ્ય યોગદાન આપી રહેલા લોકો માટે સન્માન વ્યક્ત કર્યું હતું. આગામી દિવસોમાં પણ આવી પરિસ્થિતિનો સામનો કરવા પણ લોકો જાગૃત છે.