ડીસા મામલતદારનું કોરોનાથી મોત, 20 દિવસથી હતા એડમિટ - ડીસાના મામલતદારનું કોરોનાને કારણે મોત
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનામાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે એટલે કે મંગળવારે ડીસામાં વધુ એક મોત કોરોનાના કારણે થયું છે. ગત 20 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ડીસાના મામલતદાર ડી.વી.વણકરનું કોરોનાને કારણે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, 19 સપ્ટેમ્બરના રોજ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Last Updated : Oct 7, 2020, 5:38 AM IST