વડોદરામાં ખ્રિસ્તી સમાજે નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી - Vadodara updates
વડોદરાઃ સમગ્ર વિશ્વમાં ઉત્સવો અને તેની ઉજવણી માટે જાણીતી ઉત્સવ પ્રીય વડોદરા સંસ્કારી નગરીમાં વર્ષ 2020ના ઉમંગ અને ઉલ્લાસ સાથે વધામણાં કર્યા હતાં. સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે વડોદરાના વિવિધ ચર્ચના ફાધર સાથે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો એકઠા થયા અને રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડી પરસ્પર એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.