ચોટીલા હાઈવે પર પોલીસે તમાકું અને ગુટકા જથ્થો ઝડપી પાડયો - latest news of Surendranagar
સુરેન્દ્રનગરઃ કોરોના વાઇરસની મહામારીના લોકડાઉન દરમિયાન તમામ રોજગાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. જેમાં પાન, માવા અને બીડી, તમાકુના ભાવ ત્રણથી ચાર ગણા થઈ જતા તમાકુ અને ગુટખાના કાળા બજાર થઈ રહયા છે. જેમા ગત રોજ ચોટીલા હાઈવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન PSI રાજદીપસિંહે ડુંગળી ભરેલા આઈસરની તપાસ કરતા ડુંગળી ભરેલા કોથળા નીચે પાન, માવા, તમાકુ અને સોપારી સહીત ગુટકા ભરેલા કાર્ટુન મળી આવ્યા હતા. પોલીસે આઈસર સહીત રૂપિયો 13 લાખનો મુદ્દામાલ કબ્બે કરી આઈસર ડ્રાઈવર સંજય પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.