છોટાઉદેપુરમાં સમસ્ત રાઠવા આદિવાસી સમાજ રક્ષક સમિતિ દ્વારા પ્રતીક ધરણા - સમસ્ત રાઠવા આદિવાસી સમાજ રક્ષક સમિતિ દ્વારા પ્રતીક ધરણા
છોટાઉદેપુર: રાઠવા સમાજની ઓળખ સામેના પ્રશ્નના કાયમી ઉકેલ માટે તેમજ લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને થયેલા અન્યાય મુદ્દે 9થી 11 ડિસેમ્બર સમસ્ત સમાજ દ્વારા પ્રતીક ધરણા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટ 2018ના રોજ ગૃહ વિભાગ દ્વારા 9,713 પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી હતી. જેમાં,1458 જેટલી એસ.ટી.વિદ્યાર્થીની જગ્યા હતી. જિલ્લામાં 23 વિદ્યાર્થીઓને મેરીટ કરતાં વધુ માર્કસ હતા છતાં એમની પસંદગી કરવામાં આવી નથી. જેથી તેમને ન્યાય અપાવવા માટે ભાજપના માજી સાંસદ રામસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ જાસુ રાઠવા, માજી તાલુકા પ્રમુખ ઈશ્વર રાઠવા. નગરસેવાસદન સભ્ય સંગ્રામ રાઠવા, માજી ધારાસભ્ય શંકર રાઠવા, પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ અન્ય રાઠવા સમાજના લોકો પ્રતીક ધરણામાં બેઠા છે.