દિવાળી નિમિતે કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પૂજન કરાયું - અમદાવાદ કુમકુમ સ્વામિનારાયણ મંદિર
અમદાવાદઃ દિવાળીના પર્વ નિમિત્તે અમદાવાદના મણિનગર ખાતે આવેલા કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં પરંપરાગત ચોપડા પૂજન અને આજના આધુનિક યુગ પ્રમાણે લેપટોપ પૂજન કરવામાં આવ્યું હતું. વ્યવસાય અને ધંધા સાથે સંકળાયેલા અનેક વેપારીઓએ ચોપડા પૂજન કર્યું હતું.આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઇ ધરાવતાં વિશાલ ચોપડાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.દિવાળીના દિવસે ચોપડા પૂજન કરાય છે. સરસ્વતી-લક્ષ્મી દેવી સ્વામીનારાયણ ભગવાનનો પણ પૂજન કરાય છે.