મોરબીમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, 2 લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરાશે - Morbi Health Team
મોરબી: રાજય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી સપ્તાહના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના કુલ 1830 સંસ્થાના 2,62,252 બાળકોની સપ્તાહ દરમ્યાન જિલ્લાની 196 આરોગ્ય ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવશે. બાળકોની સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ કરી નિઃશુલ્ક દવાઓ તેમજ દિવ્યાંગ ખામી હશે તો તેને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવશે. ઉપરાંત હદય, કીડની કે, કેન્સરની બીમારી હોય તથા અમુક રોગ હોય તેને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટર્સની સારવાર જરૂર પડશે, તો પણ તમામ ખર્ચ રાજય સરકાર દ્વારા આપવામાં આવશે.