અમદાવાદ CID ક્રાઈમે બિહારથી બાળમજુરી માટે લાવેલા 32 બાળકોને મુક્ત કરાવ્યા - gujarat cid crime
અમદાવાદ : લોકડાઉન બાદ દેશભરમાં મજુરોનું પ્રમાણ ઘટ્યું હતું. ત્યારે બિહારથી ગુજરાત 32 બાળકોને મજુરી માટે મોકલવામાં આવી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે CID ક્રાઈમના મિસિંગ સેલ દ્વારા ગુમ થયેલા બાળકોની તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે CID ક્રાઈમ અને રેલ્વે પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા પોલીસ અને NGO એ સાથે મળીને ગત મોડી રાતે ટ્રેનમાં આવી રહેલ 32 બાળકોને મુક્ત કરાવ્યા હતા. આ તમામ બાળકોની ઉમર અંદાજે 15 થી 17 વર્ષની જ છે. બાળકોને આર્થિક તંગીને કારણે ઘરના લોકોએ જ મજુરી માટે મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તમામ બાળકોના નામ અને સરનામાં નોધીને તેમને પરત મોકલવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.
Last Updated : Sep 18, 2020, 2:23 PM IST