રાજ્યના મુખ્ય સચીવ અનિલ મુકીમે કેવડિયાની મુલાકાત લીધી - વડાપ્રધાન
🎬 Watch Now: Feature Video
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય કાર્યક્રમને લઈને રાજ્યના મુખ્ય સચીવ અનિલ મુકીમે કેવડિયાની મુલાકાત લીધી હતી. તેમજ જંગલ સફારીથી લઈને અન્ય જે આકર્ષણો બની રહ્યા છે. તેમાં કેટલું કામ થયું છે જેની વિગતે જાણકારી નર્મદા નિગમના એમ ડી રાજીવ ગુપ્તા પાસેથી લીધી હતી. ઉલ્લેખનિય છે કે 21 અને 22 માર્ચ બે દિવસ માટે વડપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે આવી રહ્યા છે. જેમાં 21ના રોજ બપોર બાદ કેવડિયા કોલોની ખાતે જશે.