મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેવડિયામાં અનેક વિકાસના કામોનું લોકાર્પણ કર્યુ - વિજય રૂપાણીનું BRG ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત
નર્મદાઃ કેવડિયામાં મુખ્યપ્રઘાન વિજય રૂપાણી એ BRG એકોમોડેશન સ્ટે, એકતા દ્વાર અને સરદાર સરોવર રિસોર્ટનું લોકાર્પણ કર્યું હતું. 31 ઓક્ટોબરના પી.એમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે, ત્યારે વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મુકશે. જે તમામ પ્રોજેક્ટો અને એકતા પરેડ યોજાવાની છે. જેનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યપ્રઘાન વિજય રૂપાણીનું BRG ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપાણીએ આ વિવિધ લોકાર્પણો કરી પ્રવાસીઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા ગણાવી હતી. મુખ્યપ્રધાન વિધાન સભાની ત્રણ બેઠકો પર ભાજપની હારને લઈને મૌન સેવ્યું હતું.
Last Updated : Oct 25, 2019, 10:27 PM IST