ગુજરાત

gujarat

ETV Bharat / videos

Chhath Pooja 2021: વાપીમાં દમણગંગા નદી કિનારે કરાઈ છઠ પૂજા, શ્રદ્ધાળુઓ માટે કરાઈ વિશેષ આયોજન

By

Published : Nov 11, 2021, 11:51 AM IST

વાપીમાં રહેતા ઉત્તર ભારતીય લોકોએ (South Indians) બુધવારે છઠ પૂજાના પર્વની (Chhath Pooja Celebration) ઉજવણી કરી હતી. ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા (Damanganga River), કોલક નદી અને રાતા ખાડી ખાતે ઉત્તર ભારતવાસીઓએ નદીના કાંઠે સૂર્યની ઉપાસના કરી બુધવારે સાંજે પ્રથમ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. એવી લોકવાયકા છે કે, આ પર્વની ઉજવણી માતા કુંતીએ કર્ણ માટે કરી હતી અને ત્યારથી ઉત્તર ભારતીય સમાજની મહિલાઓ સંતાનપ્રાપ્તિ માટે, પરિવારની સુખસમૃદ્ધિ માટે આ કઠોર ઉપવાસ કરી છઠ્ઠી મૈયાની પૂજા કરે છે. મહત્ત્વનું છે કે, વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોમાં કામ અને વેપાર-ધંધા કરવા હજારો ઉત્તર ભારતીય પરિવારો અહીં આવીને વસ્યા છે. ત્યારે આ પરિવારે છઠ પૂજાની ઉજવણી કરી હતી. દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ (Navdurga Trust) સહિત અન્ય સંસ્થાઓએ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન પણ કર્યું હતું. ત્યારે નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત વ્રતધારી મહિલાઓ પરિવાર સાથે આવી હતી. સાથે જ નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details