લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી : કોંગ્રેસે ચેતન ખાચરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા - congress candidate
સુરેન્દ્રનગર : લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે અંતે કોંગ્રેસ દ્વારા ચેતન ખાચરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બે ત્રણ દિવસથી ચાલી રહેલા ઉમેદવારોના નામો અંગે ચર્ચા વિચારણા બાદ ચેતન ખાચરને ટિકિટ આપી છે. કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરએ તમામ જ્ઞાતિના મતદારો કોંગ્રેસ તરફી હોવાનું જણાવી જંગી બહુમતીથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અંદાજે 35 વર્ષ બાદ ફરી રાજ્યમાં કાઠી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા આનંદની લાગણી ફેલાઇ છે.