વાપીમાં ટ્રેડિંગ ઓફિસમાં આવેલા કેમિકલ પાવડરમાં આગ લાગતા દોડધામ મચી - કેમિકલ પાવડરમાં આગ
વાપી : ભડકમોરા વિસ્તારમાં આવેલ NRS ટ્રેડિંગ ઓફિસમાં બહારથી આવેલ કેમિકલ પાવડરમાં આગ લાગી હતી.આ અંગે ટ્રેડિંગ પેઢીના સંચાલકે વિગતો આપતા જણાવ્યું હતું કે ,ટ્રેડિંગ ઓફિસે બહારથી 2 કેમિકલ પાવડરની બેગ આવેલ હતી. જે તડકામાં બહાર જ પડી હતી. તે દરમિયાન કેમિકલ રિએક્શનના કારણે આગ લાગી હતી. જેને બુઝાવવા તાત્કાલિક ફાયરમાં જાણ કરતા ફાયર ફાઈટરના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગની ઘટનામાં હંમેશા ફાયર સેફટીનો અભાવ સામે આવતો હોય છે. જે અહીં પણ જોવા મળ્યો હતો. કેમિકલ પદાર્થના પરમીટ સાથે તેમજ ગેરકાયદેસર માલ વહન કરતા ટ્રેડિંગની ઓફિસમાં ફાયર સેફટીના સાધનો ન હોવાના કારણે આગની ઘટનામાં ફાયરને બોલાવવાની નોબત આવી હતી.