અમરેલીમાં ચાવંડ ચેકપોસ્ટ આજથી ફરી કાર્યરત, વાહનોની લાંબી કતારો લાગી - Chavand checkpost
અમરેલી: જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા તંત્ર દ્વારા સુરક્ષા કામગીરી હાથ ધરી છે. જે હેઠળ આજથી ચાવંડ ચેકપોસ્ટ પર ફરી એકવાર કાર્યરત કરવામાં આવી છે. સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા તમામ લોકોનું અહીં હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. જેને લઇને ચાવંડ ચેકપોસ્ટ પર ખાનગી બસોની અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ચાવંડ હાઈસ્કૂલ ખાતે તમામ મુસાફરોની ટ્રાવેલહિસ્ટ્રી નોંધવામાં આવી રહી છે. જેમાં સુરત,અમદાવાદ અને મુંબઈથી આવતા તમામ લોકોને 14 દિવસ ફરજિયાત હોમ કોરેન્ટાઇન રેહવા જણાવાયું છે.