રાજકોટમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના ત્રણ સેન્ટર બદલાયા - clerk examination 2019 in rajkot
રાજકોટ: રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા મંડળ આયોજિત બિન સચિવાલય કલાર્કની પરીક્ષા યોજાઈ હતી. રાજકોટમાં પણ અંદાજીત 53 હજાર કરતા વધારે ઉમેદવાર આ પરીક્ષા આપી હતી. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ કુલ 177 બિલ્ડિંગની અંદર 1730 બ્લોકમાં આ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજકોટ શહેરમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના ત્રણ સેન્ટરો ફેરવાતા કેટલાક પરીક્ષાઓ જુના પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતાં. જો કે, વહીવટી તંત્ર દ્વારા આવા પરીક્ષાર્થીઓ હેરાન ન થાય તે માટે વાહનનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને તાત્કાલિક તેમને નવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા હતા.
Last Updated : Nov 17, 2019, 1:48 PM IST