સૂર્યગ્રહણ નિમિત્તે જગત મંદિર દ્વારકાના નિત્યક્રમમાં ફેરફાર કરાયો
દ્વારકાઃ આ ઘટનાને જોવાનો નજારો ખૂબ જ સુંદર હોય છે. સૂર્યગ્રહણને લોકો વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ જોઈ છે અને ભારત જેવા હિન્દુ રાષ્ટ્રમાં આ ઘટનાને ધાર્મિકતા સાથે પણ જોડવામાં આવી છે. જેથી ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકાધીશ મંદિર પુજારી પરિવાર દ્વારા આજે સદીનું ખગ્રાસ સૂર્યગ્રહણ દિવસે દ્વારકાધીશ મંદિરના નિત્યક્રમ સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. સામાન્ય દિવસોમાં વહેલી સવારે સાડા છ વાગ્યે થતી મંગળા આરતી ને આજે 02:15 કલાકે કરવામાં આવી હતી. મંગળા આરતી દરમિયાન ભગવાન દ્વારકાધીશના ભક્તો માટે અનુસાર બંધ રાખવામાં આવ્યા હતા. મંગળા આરતી પત્યા બાદ 02:45 થી 3:30 કલાક સુધી અભિષેક દર્શન માટે લોકોને ઠાકોરજીના દર્શન કરવાનો લાભ મળ્યો હતો. ત્યારબાદ સાંજે 4:15 કલાકે શ્રૃંંગાર આરતી તેમજ 4:30 થી 5:30 કલાક સુધી દ્વારકાધીશના દર્શન ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આજે સાંજની સંધ્યા આરતી 7:45 અને શયન આરતી 8:30 કલાકે કરવામાં આવશે.