વડોદરા ડભોઇ ચાંદોદ તીર્થધામ મોટી સંખ્યામાં લોકો પિતૃતર્પણ કરવા ઉમટ્યા - many people comes for Patriarchy
વડોદરાઃ કારતક સુદ ચૌદસ નિમિત્તે સુરત વિસ્તારના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોદ ના નર્મદા કિનારે પધારી પવિત્ર નર્મદા સ્નાન અને પિતૃ તર્પણ કરી પોતાના સદગત પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલા પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદએ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રના મહાત્મ્ય સાથે સર્વ પિતૃઓના શ્રાદ્ધ કર્મ વિધિવિધાન માટેનું એકમાત્ર તીર્થ છે.