બોટાદમાં 'વિશ્વ માલધારી દિવસ'ની બાઇક રેલી યોજી કરાઇ ઉજવણી - બોટાદમાં બાઇક રેલીનું આયોજન
બોટાદઃ મંગળવારે વિશ્વ માલધારી દિવસની બોટાદમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે બાઇક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન બોટાદમાં ચરમાળીયા દાદાની ડેરીથી શરૂ કરીને શહેરના રાજમાર્ગો પર ફરી હતી. આ ઉપરાંત પરંપરાગત હુડો નૃત્ય પણ કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનું શહેરમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ હતો કે, માલધારી સમાજ શિક્ષિત બને, નેક બને અને એક બને. આ રેલીમાં બોટાદના માલધારી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.