ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણમાં શીતળા સાતમની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી - gujarat

By

Published : Aug 23, 2019, 6:41 PM IST

પાટણ: સમગ્ર રાજ્ય સહિત શીતળા સાતમ પર્વની પાટણમાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ મંદિરોમાં સવારથી જ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. શહેરના છીડિયા દરવાજા પાસે આવેલા શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં મહિલાઓ દર્શન કરવા માટે ઉમટી હતી.તેમજ પરિવારમાં સુખ-શાંતિ અને શીતળતા બની રહે તેવી પ્રાર્થના કરી હતી. મહિલાઓ પોતાના માથા પર ઠંડા પાણીની મટકી લઈ મંદિરે પહોંચી હતી અને પોતાના સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. વહેલી સવારથી જ શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડયા હતા.

ABOUT THE AUTHOR

...view details