વલસાડમાં સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા ST ડેપોમાં સફાઇ અભિયાન - pm modi's birthday celebration in valsad
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રવિવારે વલસાડ ST ડેપો પર સાફ-સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત અનેક કાર્યકરો હાથમાં ઝાડુ લઈ વલસાડ ST ડેપો પર સફાઈ કામગીરીમાં જોડાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા 14 સપ્ટેબર થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી વૃક્ષારોપણ સાફ-સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ જેવા અનેક કાર્યો યોજાયા હતા.