વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સરદાર પટેલ જયંતીની ઉજવણી કરાઇ - Vadodara
વડોદરા : જિલ્લા પંચાયતના પ્રમુખ ઈલાબેન ચૌહાણ સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓએ પંચાયતના પટાંગણમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. સમગ્ર દેશમાં જ્યારે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખે સરદાર પટેલના કાર્યોને વાગોળ્યા હતા. આ સાથે દેશ આવનારી સદીઓ સુધી આજ રીતે અખંડિત રહે તેવી કામના કરી હતી.