પાટણમાં રોટરી ડેની ઉજવણી કરાઈ, વિશિષ્ટ યોગદાતાનું સન્માન કરાયું - પાટણ સમાચાર
પાટણઃ રોટરી ક્લબ દ્વારા સમાજમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરી રોટરી ઇન્ટરનેશનલના 115 સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રોટરી હોલ ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં લોક કલાને ધબકતી રાખનાર મગનભાઈ દેસાઈ, બ્લડ ડોનર મોટીવેશન માટે પ્રણવ દરજી, યોગનું જ્ઞાન ધરાવનાર હર્ષ પટેલ, સ્મશાનગૃહ બહાર નિશ્વાર્થ સેવા બદલ નીતિન પટેલ, બ્લાઇન્ડ કેટેગરીમાં ધોરણ 12 માં ઉચ્ચ માર્ક્સ મેળવનાર અસ્મિતા સોલંકી તેમજ રોટરી ક્લબ પાટણના સભ્ય તરીકે ઉત્કૃષ્ટ સેવા આપનાર મનસુખભાઈ પટેલનું વિશેષ સન્માન કરી રોટરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.