ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચમાં લોકડાઉન વચ્ચે ઈદ પર્વની ઉજવણી

By

Published : May 25, 2020, 12:59 PM IST

ભરૂચઃ હાલ કોરોના વાઈરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે, જેની અસર તહેવારો પર જોવા મળી રહી છે. ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર એટલે કે, રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો ઈદની નમાઝ દર વર્ષે ઈદગાહ મેદાન પર અદા કરવામાં આવે છે, જો કે આ વર્ષે કોરોનાના સંક્રમણના પગેલ ઈદની નમાઝ મોકૂફ રાખવામાં આવી હતી. 30 દિવસ રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઘણી મસ્જિદોમાં માત્ર 4 લોકોએ ભેગા થઇ નમાઝ અદા કરી હતી. મોટાભાગના લોકોએ તેમના ઘરે ઈદની નમાઝ અદા કરી અલ્લાગની બંદગી ગુજારી હતી. લોકોએ ઇદના પર્વની શુભકામના પણ પાઠવી હતી અને કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દુર થાય એવી ગુજારીશ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details