બોટાદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી ઘરે રહીને કરવામાં આવી - બોટાદ
કોરોના વાયરસની મહામારીને લઈ સરકારના આદેશ અનુસાર ધાર્મિક સ્થળો અને મસ્જિદો બંધ રાખવામાં આવી છે. જેને લઇને રમજાન ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા ઘરે રહી કરવામાં આવી હતી. ત્યારે ઈદની મુબારકબાદી ફક્ત વડીલોને સલામ કરી કરવામાં આવી તેમજ સગા વ્હાલાઓને ફોન દ્વારા અને મેસેજ દ્વારા રમઝાન ઇદની મુબારકબાદી આપવામાં આવી હતી.