રામ મંદિર શિલાન્યાસ ખુશીમાં દમણ ભાજપ કાર્યાલય ખાતે દિપોત્સવ - રામમંદિર નિર્માણ
દમણ: અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ વિધિ સંપન્ન કરાઈ હતી. આ ઐતિહાસિક પ્રસંગે દમણ ભાજપ દ્વારા પણ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વંહેંચી સાંજે કાર્યાલયને દીપમાળાથી જગમગાવ્યું હતું. દમણમાં દમણ યુવા મોર્ચા, મહિલા મોર્ચાના દરેક મંડળ દ્વારા આજના રામમંદિર શિલાન્યાસના દિવસને ઉત્સાહભેર મનાવ્યો હતો. દમણ-દીવ-દાદરા નગર હવેલી ભાજપ દ્વારા દરેક મંડળમાં બપોરે ફટાકડા ફોડી મીઠાઈ વંહેંચી હતી. જે બાદ સાંજે મહિલા મંડળ અને યુવા મોર્ચા દ્વારા નાની દમણ ભાજપ કાર્યાલયને દીપથી શણગાર્યું હતું. આ પ્રસંગે દમણ-દીવ દાદરા નગર હવેલી પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ, દમણ-દીવ સાંસદના પત્ની સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો, યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ દિવસ યાદગાર દિવસ હોવાનું જણાવ્યું હતું.