અમદાવાદીઓએ નવા વર્ષની ધામધૂમથી કરી ઉજવણી, જુઓ વીડિયો - અમદાવાદીઓ નવા વર્ષની ધામધૂમથી કરી ઉજવણી
અમદાવાદ: 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા અમદાવાદીઓ આતુર બન્યા હતાં, ત્યારે દર વર્ષની જેમ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં લોકો રોડ પર મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ઉજવણી કરી હતી. જોકે કોઇ બનાવ ન બને તેથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકો સમગ્ર અમદાવાદમાંથી સી.જી. રોડ, એસ જી હાઇવે અને વસ્ત્રાપુર ખાતે ઉજવણી કરવા પહોંચ્યા હતા. જુના વર્ષને વિદાય આપી લોકોએ નવા વર્ષની હર્ષ સાથે સ્વાગત કર્યું હતું.