વડોદરામાં નવા વર્ષની ઉજવણીમાં યુવાનો મન મુકીને ઝુમ્યા, વર્ષ 2020નું કર્યું સ્વાગત - વડોદરામાં નવા વર્ષની ઉજવણી
વડોદરા: કલાનગરી, સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી એટલે વડોદરા શહેર. વડોદરાવાસીઓએ નવા વર્ષ 2020નું સ્વાગત ઉત્સાહભેર કર્યુ હતું. 31stની રાત્રિએ વડોદરાની વિવિધ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં લોકોએ ડીજેના તાલે ઝુમ્યા હતા અને નવા વર્ષને વધાવ્યુ હતું. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વડોદરાવાસીઓ શહેરના ફતેહગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને રંગબેરંગી પોશાક અને મિત્ર સર્કલમાં લોકો આવીને નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.