સુરતમાં પાટીદાર સમાજ દ્વારા 35 હજાર દીવડાથી આદ્યશક્તિની મહા આરતી કરાઇ - કડવા પાટીદાર સમાજના કુળદેવી
સુરત : નવરાત્રીના આઠમાં દિવસે છેલ્લા ૨૭ વર્ષથી સુરતના વરાછામાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીની મહાઆરતી યોજાય છે. 35 હજાર ભક્તોએ હાથમાં દીવડા લઈને માં અંબાની મહા આરતી કરી.ઉમિયા મંદિર સુરતમાં વસતા પાટીદાર સમાજના લોકોનું આસ્થા ધામ છે. અહીંયા શારદીય નવરાત્રિમાં પરંપરાગત ગરબા રમાય છે તો સાથે સાથે આઠમની મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે છે.અંદાજીત 35 હજાર ભાવિકોએ એક સાથે માતાજીની આરતી કરી હતી. આ સાથે જ 150 મસાલ ધારીએ મિનિટોમાં જ 35000 દીવડા ઝગમગવી દીધા હતા.છેલ્લા 27 વર્ષથી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે આ મહાઆરતીના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે.