નવરાત્રિ મહોત્સવમાં વેશભૂષા ધારણ કરી લોકોએ ઉજવણી કરી ,જુઓ વીડિયો
મહેસાણા:ગરબમાં લોકો નવ દિવસ દરમિયાન રામ-સીતા, શિવ-પાર્વતી જેવા અલગ અલગ વેશ ધારણ કરીને ગરબે રમતા હોય છે.ત્યારે વિસનગરના ગોવિંદ ચકલા વિસ્તારમાં લોકોએ પરંપરાગત નવરાત્રિ મહોત્સવમાં વેશભૂષા ધારણ કરીને નવરાત્રિની ઉજવણી કરી હતી.મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા ગોવિંદ ચકલા વિસ્તારમાં ઉજવાતા નવરાત્રિ મહોત્સવમાં સાતમના નોરતે નાના ભૂલકાઓથી લઈ મોટા સ્ત્રી પુરૂષોએ વેશભૂષામાં ભાગ લઈ વિવિધ પાત્રો રજૂ કર્યા હતા.જેમાં એક પનિહારણ, વિદ્યાર્થીઓ, ડાકુ, પંડિત, વર-વધુની જોડી, ટ્રાફિક નિયમનનો અમલ કરતા હેલ્મેટ ધારક, શિવ અને શક્તિનું સ્વરૂપ સહિતના ધાર્મિક અને જનજાગૃતિનો સંદેશ આપતા વેશ રજૂ કરાયા હતા. નવરાત્રિની વિશેષ રીતે ઉજવાની કરતા આ વેશભૂષાને નિહાળવા અહીં મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા માટેનોન ઉમટી પડ્યા હતા.