મોડાસાની બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની કરાઇ ઉજવણી - B. Ed College of Modasa
અરવલ્લીઃ જિલ્લાના મુખ્ય મથક મોડાસાની બી.ડી. શાહ કોલેજ ઓફ એજ્યુકેશનના સુવર્ણજયંતિ વર્ષ મહોત્સવ અને વિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભૌતિક વિજ્ઞાનમાં પ્રથમ નોબલ પારિતોષિક વિજેતા અને ભારત રત્ન ડૉ. સી.વી.રામને 'રામન ઇફેક્ટ'ની શોધ કરી હતી. 1986થી પ્રતિ વર્ષે આ દિવસને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. બી.ડી. પટેલના આયોજન અને માર્ગદર્શન હેઠળ તેમજ વિજ્ઞાન મેથડના પ્રોફેસર ડો. જેતલકુમાર પંચાલના ગાઈડન્સ હેઠળ વિજ્ઞાન વિષયના પ્રથમ અને દ્વિતીય વર્ષના મળી 33 તાલીમાર્થી શિક્ષકો દ્વારા વૈજ્ઞાનિકો વિશે સુંદર વકતવ્યો, એકોક્તિ, વિજ્ઞાન ક્વીઝ, વિજ્ઞાનના સાધનોનું નિદર્શન તથા વિવિધ નવીનતમ વિજ્ઞાનના પ્રયોગોનું લાઈવ નિદર્શન જેવી પ્રવૃત્તિઓ કરી વિજ્ઞાનનો પ્રસાર, પ્રચાર કરતા આ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.