ગુજરાત

gujarat

ETV Bharat / videos

વરસાદી પાણીમાં પણ ગરબા રમતા સુરતીલાલાઓ - સુરતના સમાચાર

By

Published : Sep 29, 2019, 11:37 PM IST

સુરત : ભારે વરસાદ વચ્ચે નવલી નવરાત્રીની શરૂઆત સુરતમાં થઈ ગઈ છે. એક બાજુ વરસાદ અને બીજી બાજુ માતાજીના ભક્તો મા ને દર્શન હોય તેવું જોવા મળ્યું હતું. વરસાદ પડી ગયો હતો તેમ છતાં માતાજીના ભક્તો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. જોકે વરસાદે નવરાત્રી રમનાર ખેલૈયાને નિરાશ કર્યા હોય પરંતુ, શેરી ગરબામાં રમતા લોકો માટે માતાજીની ભક્તિ ઉપર વરસાદ નથી. સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલા ગાયત્રી સોસાયટીમાં રહેતા લોકો વરસાદ વચ્ચે ગરબા રમતા જોવા મળ્યા હતાં. વરસાદના પાણીમાં ગરબા રમનાર લોકોએ જણાવ્યું હતું કે, શેરી ગરબા કોમર્શિયલ ગરબા કરતા ખૂબ જ સુરક્ષિત છે અને લોકો સાથે મળીને પરંપરાગત ગરબાનું આનંદ લઇ શકતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details