સોમનાથના ત્રિવેણી સંગમમાં ભાઈબીજ નિમિત્તે સેંકડો બહેનોએ ભાઈ માટે કરી પ્રાર્થના - સોમનાથના ત્રિવેણી સંગમ
ગીરસોમનાથઃ ભાઈબીજના દિવસે સોમનાથના ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં બહેનોએ સ્નાન સાથે પૂજા કરી હતી. જેમાં પોતાના ભાઈના નીરામય દિર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. હજારો બહેનોએ કરેલી આ પૂજા અને સ્નાનથી હરિદ્વારના ગંગા ઘાટ જેવું દ્રશ્ય સર્જાયું હતું. સોમનાથના ત્રિવેણી સંગમ કે જ્યાં હિરણ-કપીલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો પવીત્ર સંગમ થાય છે, બહેનો એકત્ર થઈ શ્રીફળ ચુંદડી અને દિવડાનું યમુનાજી સ્વરૂપ પુજન કર્યા બાદ નદીમાં સ્નાન કરે છે. તમામ પૂજા વસ્તુ નદીમાં પધરાવે છે. સ્નાન કરી પોતાના ભાઈના કલ્યાણની કામના કરે છે. શ્રદ્ધાળુઓના કેહવા મુજબ ' ભાઈ બીજના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી યમુનાજીની પૂજા કરવાથી પોતાના ભાઈનું કલ્યાણ થાય છે. આ શ્રધ્ધા સાથે સૌ બહેનો અહીં સ્નાન કરી, માતા યમનાજી પાસે પોતાના ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે.