ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે: અમદાવાદમાં કરાઇ ઉજવણી - સંયુક્ત રાષ્ટ્રસંઘ
અમદાવાદ: સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે 9મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય લાંચ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. UNના 31 ઓક્ટોબર 2003ના જનરલ એસેમ્બલી 58/4ના ઠરાવથી 9 ડિસેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટચાર વિરોધી દિવસ તરીકે માનવવાનું જણાવવામાં આવ્યું છે. જેનો મૂળ હેતુ ભ્રષ્ટચાર નાબુદી અંગે જન જાગૃતિ લાવવા અને ભ્રષ્ટાચારને નેસ્તાનાબુદ કરવા તે દિશામાં પગલાં લેવાનો છે. જેથી ઉજવણીના ભાગરૂપે લાંચ વિરોધી બ્યુરોના 7 એકમોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓને ભ્રષ્ટચાર નાબુદ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. નાબુદી અંગે સત્ય હકીકત આધારિત ફિલ્મ બતાવવામાં આવી હતી. સાહિત્યઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1064ના સ્લોગન વાળુ કિચન અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.