ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી : લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ ETV Bharatના દર્શકો માટે રજૂ કરી આ ખાસ રચના - shayri
ગુજરાત સહિત સમગ્ર દેશમાં જેમણે ગુજરાતી સાહિત્યને વિશ્વ પ્રસિદ્ધિ અપાવી છે, તેવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 28 ઓગષ્ટના દિવસે 125મી જન્મજયંતી છે, ત્યારે આવા ક્રાંતિકારી વ્યક્તિત્વને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા લોકોની સાથે સાથે સમગ્ર રાજ્યના લોકો પણ તેમની જન્મજયંતી ઉજવી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીનું ગુજરાતી સાહિત્યમાં ખુબ જ મોટું યોગદાન છે, ત્યારે તેમના આ યોગદાનને યાદ કરતા ETV Bharatના દર્શકો માટે લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ ઝવેરચંદ મેઘાણીની એક સુંદર રચાનાને રજુ કરી હતી.