'નરેન્દ્ર મોદી ફેન કલબ'માં મોદી જીતનું સેલિબ્રેશન - AHD
અમદાવાદ: નરેન્દ્ર મોદીની જીતને લોકો ખૂબ ઉત્સાહભેર ઊજવી રહ્યા છે. ત્યારે નારણપુરા ખાતે નરેન્દ્ર મોદી ફેન ક્લબ દ્વારા મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી. ગરમીનો પારો ઉંચો હોવા છતાં લોકો સવારથી મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ખડે પગે ઊભા રહેલા કાર્યકારોનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના લોકગાયક અરવિંદ વેગડા અને દેવાંગ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.