હૈદરાબાદના દુષ્કર્મના આરોપીઓનું એનકાઉન્ટર, જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUIએ કરી ઉજવણી - હૈદરાબાદ દુષ્કર્મ આરોપીઓનું એનકાઉન્ટર
જામનગર: હૈદરાબાદ દુષ્કર્મ કેસના નરાધમોનું એન્કાઉન્ટર થતા જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. તેલંગાણા પોલીસે વહેલી સવારે એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓને ઠાર કર્યા હતા. ચાર નરાધમોએ વેટનરી ડોક્ટર પર દુષ્કર્મ કરી અને જીવતી સળગાવી દેતા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. ઠેરઠેર કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી. તેલંગાણા પોલીસે તમામ આરોપીઓને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારતા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરમાં પણ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચવામાં આવી હતી.